બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ અને લીકેજ બંધ કરવા માટે તારીખ 1 મે થી બે તબક્કામાં એક મહિનો પાણી બંધ રહેશે. થરાદ નગરપાલિકા દ્વારા 2- ટ્યુબવેલ તથા 5 જેટલાં શેલો બોર બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે. જોકે નગરપાલિકા દ્વારા પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ તથા લીકેજ થતું બંધ કરવા માટે આગામી તારીખ 1/5/2023 થી તા.15/5/2023 તેમજ તા.15/6/2023 થી તા.30/6/2023 સુધી એમ બે તબક્કે બંધ રહેનાર હોઇ, આ સમય દરમિયાન નગરજનોને પાણીની સમસ્યા ન થાય તે માટે નગરપાલિકા દ્વારા 2- ટ્યુબવેલ તેમજ 5 જેટલાં શેલો બોર ઓછી ઉંડાઇના-100 ફુટ સુધીના બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.

કેનાલ જેટલો જથ્થો ઉપલબધ્ધ થઇ શકશે નહીં. આથી થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ નગરજનોને જણાવ્યું છે કે, કોઇએ પાણીનો બગાડ કરવો નહીં. નળ ખુલ્લા રાખવા નહીં કે મોટર દ્વારા પાણી ખેંચવું નહીં. પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો તથા આંતરા દિવસે પાણી આપવામાં આવશે.