ધાનેરા શહેરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગુરુવારે નગરપાલિકા તેમજ પોલીસને સાથે રાખીને અખાદ્ય પદાર્થો તેમજ ગંધકીવાળી દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ધાનેરા શહેરની 60 જેટલી દુકાનદારોને 35 હજારનો દંડ ફટકારવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ધાનેરા આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા અને પોલીસને સાથે રાખીને ગુરુવારે સેનીટેશન રાઉન્ડ કરવામાં આવ્યો હતો. જેમાં સાત જેટલી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ધાનેરાની 150 જેટલી દુકાનો, ગલ્લાઓ, હોટલો, લારી ગલ્લાઓની તપાસ કરવામાં આવી હતી.
જેમાં એક્ષપાયરી તારીખવાળો માલ, અખાધ્ય વસ્તુઓનો નિકાલ, હોટલો અને લારીઓ ઉપર ગંદકી, તમાકુ નિયંત્રણનો ભંગ કરનાર ગલ્લાવાળાઓ મળીને 60 દુકાનદારોને 35 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તપાસ શરૂ થતાં જ કેટલાક લોકોએ પોતાની જાતે પોતાની દુકાનોમાં એક્ષપાયરીવાળી વસ્તુઓ સંતાડવા લાગ્યા હતા તેમજ હોટલોવાળા પણ સફાઇ કરવા લાગ્યા હતા.
આ અંગે આરોગ્યના અધિકારી હેમુભાઇએ જણાવ્યું હતું કે, ધાનેરામાં તપાસ માટે સાત ટીમો બનાવવામાં આવી હતી અને હોટલો, લારીઓ, ગલ્લાઓ, દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં એક્ષપાયરી વસ્તુઓ અને અખાધ્ય જે સામાન હતો તેનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો અને આ લોકોને ફરીથી આવો સામાન ન રાખવા માટે સુચના આપવામાં આવી છે. બીજી વખત પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.’