ભરૂચમાં AAP નેતા અને તેના મિત્ર સામે ગુનો નોંધાયો 

2021 માં પેટ્રોલ પંપ પર રિવોલ્વરમાંથી હવામાં કરાયેલ એક રાઉન્ડ ફાયર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા SOG એ ફરિયાદી બની અંકુર પટેલ સહિત બન્ને સામે નોંધ્યો ગુનો

અંકલેશ્વર આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર અંકુર પટેલની મુશ્કેલીઓ ફરી વધી છે. લાયસન્સ વાળી રિવોલ્વરથી 22 મહિના પહેલા મિત્રએ હવામાં કરાયેલા ફાયરિંગમાં SOG એ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અંકલેશ્વરના ગડખોલ ગામે રહેતા અંકુર પટેલ પાસે 2016 થી 32 બોરની લાયસન્સ વાળી રૂપિયા 75 હજારની રિવોલ્વર છે. જૂન 2021 ની રાતે કોસમડી નજીક AAP ઉમેદવાર અંકુર પટેલના માતંગી પેટ્રોલિયમ પર તેઓ નિકોરાના મિત્ર અફઝલ ખાન, યોગેશ, જીજ્ઞેશ, ચિરાગ સાથે બેઠા હતા.

ત્યારે શોખ ખાતર અફઝલ ખાન ફઝલખાન પઠાણે શોખ ખાતર રિવોલ્વર લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેનો વિડીયો 22 મહિના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

ભરૂચ SOG એ જાતે ફરિયાદી બની અફઝલ પઠાણ અને અંકુર પટેલ સામે હવામાં ફાયરિંગ કરી બીજાની જિંદગી જોખમમાં મુકવા બદલ ગુનો દાખલ કર્યો છે. લાયસન્સ વાળી રિવોલ્વર સાથે અફઝલ પઠાણની ધરપકડ કરવામાં આવી છે.