ખંભાત શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને પેટ્રોલિંગ દરમિયાન લાલ દરવાજા સર્કલ પાસેથી એક રોકડ સાથેનો પર્સ મળી આવ્યું હતું.જેની શોધખોળ તપાસ કરી ગણતરીના કલાકમાં પર્સના મૂળ માલિકને પાકીટ પરત કરી ખંભાત પોલીસે માનવતાભરી સરાહનીય ફરજ નિભાવી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ખંભાત શહેર પોલીસ મથકમાં ફરજ બદલતા અહેડકો પ્રદિપસિંહ અને પો.કો મહેન્દ્રસિંહ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન લાલ દરવાજા સર્કલ પાસેથી એક પર્સ મળી આવ્યું હતું.પર્સની અંદર તપાસ કરતા રોકડ સહિત મહત્વના દસ્તાવેજ મળી આવ્યા હતા. જેની તપાસ કરતા સુરેશ ગોપાલભાઈ પઢીયારનું જણાયું હતું.પોલીસ જવાનોએ તેઓનો સંપર્ક શોધી કાઢી સંપર્ક કરી જાણ કરી તેમનો ખોવાયેલ પાકીટ ખંભાત પોલીસ જવાનોએ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્સના મૂળ માલિક સુરેશભાઈએ પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કરી પોલીસની સેવાને બિરદાવી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)