બનાસકાંઠા ના ડીસા માં આજે ફરી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ ને ત્યાં તંત્રની અલગ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા..

અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતા દુકાનદારો અને વેપારીઓને દંડ અને નોટીસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..

ઉનાળા ના સમયમાં ઠંડા પીણાનું ચલણ ખૂબ જ વધી જાય છે, તેમજ અખાદ્ય ઠંડા પીણા સહિતની ચીજ વસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારી માં સપડાય છે..

ત્યારે આજે ડીસા નગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે અલગ અલગ 11 ટીમો બનાવી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા સ્થળો પર તપાસ શરૂ કરી હતી..

 આ ટીમોએ શહેર માં ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈ ની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી.. 

જેમાં કેટલીક જગ્યાએ મીઠાઈ માં જીવજંતુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ, તેમજ એક્સપાયરી ડેટ વાળી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું..

જેથી અખાદ્ય ચીજવસ્તુઓ નું વેચાણ કરતા વેપારીઓ ને તંત્ર ની ટીમોએ રૂપિયા 500 થી 5000 સુધીનો દંડ ફટકાર્યો હતો..

તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ ને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી..

આ અંગે ડીસા બ્લોક હેલ્થ ઓફિસર પી.એમ. ચૌધરી એ જણાવ્યું હતું કે, આજે ડીસાના શહેરી વિસ્તાર માં સેનિટેશન રાઉન્ડનું આયોજન કરાયું હતું..

લોકોની સુખાકારી અને આરોગ્ય જળવાઈ રહે તે માટે શહેર માં લારી, ગલ્લા, ફરસાણ, ફ્રૂટ જ્યુસ ની લારી અને બરફની ફેક્ટરીઓ માં તપાસ હાથ ધરી હતી..

તેમજ સડેલી, ગળેલી, એક્સપાયર ડેટવાળી કે પછી ક્લોરીનેશન વગર નું પાણી મળી આવ્યું તેવા વેપારીઓ ને દંડ ફટકારી કાર્યવાહી કરી હતી..

ડીસામાં આજે વહેલી સવાર થી તંત્ર ની ટીમોએ અંદાજિત 200 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓ નો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આવા વેપારીઓ ફરીવાર આવી ચીજ વસ્તુઓ ન વેચે તે માટે ની કાર્યવાહી હાથ કરી હતી..

ત્યારે તંત્ર ની કાર્યવાહી ને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો..