અમરેલી-લાઠી હાઇ-વે રોડ ઉપર ટૉડા ગામ નજીક થયેલ એક્સીડન્ટના અનડીટેક્ટ ગુનાને નેત્રમ કમાન્ડ & કંટ્રોલ સેન્ટર અમરેલીની મદદથી ડીટેક્ટ કરી વાહન સાથે આરોપીને પકડી પાડતી લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગુનાની વિગત:-
ગત તા.૧૮/૦૪/૨૩ ના રોજ ફરીયાદીના પિતા નાનજીભાઇ જાદવ બપોરના પોણા બે વાગ્યાના આસપાસ ના સમય દરમ્યાન પોતાના હવાલા વાળુ યામાહા પસીનો સ્કુટી લઈને ટોડા ગામ થી અમરેલી તરફ આવતા ટૉડા ગામ પાસે ખોડીયાર મંદીર વટીને એક અજાણ્યા હોન્ડા કંપનીની ફોરવ્હીલના ચાલકે હડફેટે લેતા માથામાં નાના-નાના ચાર હેમરેજ તથા જમણા હાથના બાવડાના ભાગે ફેક્ચર તથા જમણી હાસડીના ભાગે ફેક્ચર તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી વાહન ચાલક ભાગી ગયા હોય.
જે મુજબનો ગુનો લાઠી પો. સ્ટે. પાર્ટ એ. ગુરનં ૧૧૧૯૩૦૩૪૨૩૦ ૦૮૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ અજાણ્યા હોન્ડા કંપનીની ફોરવ્હીલના ચાલક વિરૂધ્ધ નોંધાયેલ.
ભાવનગર રેન્જ ના જિલ્લાઓમાં બનતા આવા અન્ડિકેક્ટ ગુન્હાઓના ગુન્હેગારોને પકડી પાડી ગુન્હાઓ ડિટેક્ટ કરવા લાઠી પો.સ્ટે.વિસ્તારના આ અનડી્ટેક્ટ ગુન્હાની તપાસના કામે લાઠી પોલીસ ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ સીસીટીવી ફુટેજ તથા નેત્રમ કમાન્ડ & કંટ્રોલ સેન્ટર અમરેલીની મદદથી આરોપીને ટોડા ગામેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
(૧) વિરજીભાઈ રામભાઈ વેકરીયા ઉ.વ.૬૫, ધંધો. ખેતી, રહે.ટોડા, તા.લાઠી,જી.અમરેલી,
કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.