સાવરકુંડલા ટાઉનમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમને કુલ કિં.રૂ.૨૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, અમરેલી એલ.સી.બી.ટીમે

 ગઇ કાલ તા.૨૫/૦૪/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે સાવરકુંડલા ટાઉનમાં મણીભાઇ ચોક પાસે આવેલ લાયબ્રેરી વાળી શેરી ખાતેથી આઇ.પી.એલ. ૨૦૨૩ ની ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર

પોતાના એન્ડ્રોઇડ ફોનમાં CRICKET LINE GURU એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી, કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘“ક્રિકેટનો સટ્ટો’’ રમી/રમાડતા એક ઇસમને પકડી પાડી,

પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ--

પુનીત રાજુભાઇ સુચક, ઉ.વ.૩૨, રહે.સાવરકુંડલા, જેસર રોડ, જલારામ સોસાયટી, જિ.અમરેલી,

 પકડવાના બાકી આરોપીની વિગતઃ-

કેતન મગનભાઇ માંડલીયા, રહે.સાવરકુંડલા, દેવળા ગેઇટ, તા.સાવરકુંડલા જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલઃ- રોકડા રૂ.૧૧,૩૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ચિઠ્ઠી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૨૧,૩૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા ઇ.ચા.પોલીસ ઇન્સ. એસ.જી.દેસાઇ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.