સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) ધન કચરા વ્યવસ્થાપન અંતર્ગત આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સોજીત્રા તાલુકાના મલાતજ, દેવા તળપદ તથા વિરોલ(સો) ગામને ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું.આ પ્રસંગે જીલ્લા સંગઠન ઉપપ્રમુખ છત્રસિંહ જાદવ, સોજીત્રા તાલુકા પ્રમુખ ભાસ્કરભાઈ ગોહેલ, મહામંત્રી બળદેવભાઈ પરમાર, સોજીત્રા શહેર સંગઠન મહામંત્રી જતીનભાઈ પટેલ, રાકેશભાઈ બારોટ, જીલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ રાઠોડ, સોજીત્રા તાલુકા પંચાયત પ્રમુખ પાર્વતીબેન પરમાર, કા.ચેરમેન ઉમેશભાઈ પટેલ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખ અને આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મીતીકાબેન પરમાર,તાલુકા પંચાયત સભ્ય તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા. હતા