બે વર્ષ પહેલા કાચરડી રોડ ઉપર લુંટની કોશીશ કરનાર નાસ્તા ફરતા આરોપીને સુરત મુકામેથી પકડી પાડતી દામનગર પોલીસ ટીમ

ગુન્હા ની વિગત

દામનગર પોસ્ટેના કાચરડી ગામે આવેલ મહાવીર કોટેક્ષમાં નોકરી કરતા જયંતીભાઇ જીવણલાલ કેરાલીયા ઉ.વ. ૬૦ ધંધો- નોકરી રહે. મુળ ગામ સુરેન્દ્રનગર ૮૨/સરદારપટેલ કો.ઓપરેટીવ સોસાયટી રતનપર હાલ ઢસા- કાચરડી રોડ મહાવીર કોન્ટેક્ષ જીનીગ ફેકટરી તા.લાઠી,જી.અમરેલી, વાળાએ

તા.૦૬/૦૮/૨૦૨૧ના રોજ જાહેર કરેલ કે પોતે ઢસા બેંક ઓફ બરોડા માંથી રોકડ રૂપીયા ૪૦,૦૦૦/- ઉપાડીને પોતાની મહાવીર કોટેક્ષ જીનીંગે જતા હોય દરમ્યાન ઢસા-કાચરડી રોડે માતંગી કોટન મીલ પાસે રસ્તામાં પહોંચતા આ કામના અજાણ્યા બે ઇસમો નંબર વગરનુ મો.સા લઇ આવેલ અને લુટ કરવાના ઇરાદે છરો લઇને પોતાની પાછળ દોડી લૂટનો પ્રયાસ કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી નાશી જઇ ગુન્હો કરેલ હોવાની હકીકત જણાવેલ હોય .

અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શરીર સબંધી તથા મીલ્કત વિરૂધ્ધના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે. વિસ્તારમા સધન પેટ્રોલીંગ રહીને 

દામનગર પોસ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૧૭૨૧૦૪૪૨/૨૦૨૧ IPC કલમ ૩૯૩,૧૧૪ મુજબના ગુન્હાના કામે અંગત બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સના માધ્યમથી આરોપીની વિગત મેળવી નાસ્તા ફરતા આરોપીને સુરત મુકામેથી પકડી પાડેલ છે..

પકડાયેલ આરોપીની વિગત

(૧) સાવન ઉર્ફે સરદાર પંકજભાઇ ગઢીયા ઉ.વ.૨૬,ઘંઘો.એમ્બ્રોડરી વર્ક, રહે.સુરત,ડી.કે.નગર ૧, ઘર નં ૩૨, સીંગણપોર ચાર રસ્તા, મુળ રહે. ગઢડા હાઇસ્કુલ રોડ , જિંનાનાકા,જી.બોટાદ,

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ

આરોપી કતારગામ પોસ્ટે સુરત શહેરનો લીસ્ટેડ હિસ્ટ્રીશીટર છે. અને

આરોપી વિરુધ્ધ અલગ અલગ પોસ્ટેમા નીચે મુજબના ગુનાઓ રજી થયેલ છે અને આરોપી વિરૂધ્ધ પાસા પણ કરવામા આવેલ છે.

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનસે.૨૯૬/૨૦૧૬ આઇ.પી.સી. ૧૮૮હેઠળ ગુન્હો નોંધાયેલ છે.

ડી.સી.બી પો.સ્ટે સે. ૦૮૮૨૦૧૯આઇ.પી.સી.ક.૩૮૭,૫૦૬(૨)

ગઢડા પોલીસ સ્ટેશનમાં 6.87882020 આઇ.પી.સી.ક.૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એ ૧૩૫ મુજબ

ડી.સી.બી પોલીસ સ્ટેશન માં .સે 6.23382021આઈ.પી,.સી. ૩૮૭,૩૯૭,૫૦૬(૨)મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

કતારગામ પોલીસ સ્ટેશનમાં 6.63482020આઇ.પી.સી.ક.૩ ૨૪,૧૧૪ તથા જી.પી.એ ૧૩૫મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.

ડી.સી.બી પો.સ્ટે.પાસા. ૧૮૨૦૨૧ અસામાજીક પ્રવૃતિ અટકાવવાનો અધીનિયમ ૧૯૮૬ ની ક.ર(સી)

કામગીરી દામનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એચ.જી.ગોહીલ તથા એ.એસ.આઇ શકિતસિંહ ગોહીલ તથા પો.કોન્સ પ્રવિણભાઇ સાંખડ તથા પો.કોન્સ વિક્રમભાઇ રાઠોડ દ્વારા કરવામા આવેલ છે..

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.