જિલ્લામાં ધો.10 અને ધો.12ના સામાન્ય અને સાયન્સ પ્રવાહના 35,906 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ હાલ વેકેશન ચાલે છે. ત્યારે બોર્ડ પરીક્ષા દરમિયાન લેવાયેલા સીસીટીવી ફુટેજ પેપર ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ધો.10ના 15 અને ધો.12 સામાન્ય પ્રવાહના 8 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા જણાયા હતા. આથી શિક્ષણ સમિતિ સમક્ષ કબૂલાત બાદ ગાંધીનગર અહેવાલ મોકલાયો છે. જિલ્લામાં 135 પરીક્ષા કેન્દ્રો પર ધો.10ના 20921 અને ધો.12 સામાન્ય પ્રવાહના 13698 તેમજ વિજ્ઞાનપ્રવાહના 1287 એમ કુલ 35,906 છાત્રોએ પરીક્ષા આપી હતી.ત્યારે હાલ બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ વેકેશન મોડમાં છે અને પરીણામની રાહમાં છે.ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા દરમિયાન ગેરરિતી અટકાવવા તમામા કેન્દ્રોનું 100 ટકા સીસીટીવી ફુટેજ લેવાયા હતા.જેની ચકાસણી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.જેમાં ધો.10ના 15 અને ધો.12 સામાન્ય પ્રવાહના 8 એમ કુલ 23 વિદ્યાર્થીઓ ગેરરિતી કરતા જણાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં કોઇ વિદ્યાર્થી ગેરરિતી કરતો જણાયો ન હતો.આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કે.એન.બારોટે જણાવ્યુ કે પરીક્ષા દરમિયાન લેવાયેલા સીસીટીવી ફુટેજમાં જે વિદ્યાર્થીઓ ગેરરિતી કરતા જણાયા હતા.તે વિદ્યાર્થી તેમના વાલી તે કક્ષના ખંડ નિરીક્ષક, સ્થળ સંચાલકને બોલાવાયા હતા. તેમને બોર્ડની કમીટી જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કલેક્ટર કચેરી પ્રિતિનિધિ સહિત અધિકારીઓની કમિટી સમક્ષ વિદ્યાર્થીની વિડીયો ફુટેજમાં ઓળખ કરાઇ હતી.જ્યારે વિદ્યાર્થીઓએ તેઓ પોતે છે અને ગેરરિતીનું કબુલ્યુ હતુ.આથી માધ્યમિક શિક્ષણ બોર્ડની સુચના મુજબ રીપોર્ટ તૈયાર કરી ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા