રાજ્યમાં ફરી એકવાર લાંબા વિરામ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે ઉત્તરગુજરાત ,દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેંટિગ કરી હતી અને અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી જોર વધી રહ્યો છે રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેમાં આજે અને આવતીકાલે હવામાન વિભાગ દ્રારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે
આજથી હવામાન વિભાગ દ્રારા 5 જિલ્લાઓમાં ભારે વરસાદની વકી વ્યકત કરવામાં આવી છે જયારે 8 ઓગસ્ટના રોજ ઉત્તરગુજરાતના અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી વ્યકત કરાઇ છે જેમાં મહેસાણા ,પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, તેમજ દક્ષિણ ગુજરાતમાં દાહોદ, વાપી ,નવસારી,વલસાડ, સહિતના જિલ્લાઓમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી લીધી છે
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળાછાયુ વાતવરણ છે જેને લઇ લોકોએ પણ બફારા અને ઉકળાટ અનુભવી રહ્યા છે સિઝનની શરૂઆતમાં મેઘરાજાએ આક્રમક રૂપ ધારણ કરી સમ્રગ અમદાવાદને ઘરમોળી નાંખ્યુ હતુ જો કે હજુ અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો છે