રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઇ ચૂકી છે જેને લઇ તમામ પાર્ટીઓએ કમરકસી છે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની જોરશોરથી ચાલી રહી છે, અવાર-નવાર આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વેપારીઓ લોકોને સાથે સીધો સંવાદ કરી રહ્યા છે કેજરીવાલે પોતાના સંવાદ ગુજરાતમાં પણ દિલ્હી અને પંજાબ જેમ 300 યુનિટ વીજળી આપવાની વાત કરી છે તેમણે રોજગારનું મુદ્દો ઉઠાવતા કહ્યુ કે અમે દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે અમને રોજગાર આપતા આવડે છે કેમ કે અમારી દાનત સાફ છે અને જયા સુધી યુવાનને રોજગાર નહી મળે ત્યા સુધી 3 હજાર ભથ્થા આપવાની વાત કરી છે અમે ગુજરાતમાં સત્તા પર આવ્યા તો 10 લાખ સરકારી નોકરી આપીશું
ગુજરાતમાં છાશવારે પેપર ફૂટવાની ઘટના બનતી હોય છે જેને લઇ યુવાન નાસીપાસ થતો હોય છે પરંતુ પેપર ફૂટવાની ઘટનાને ગંભીરતાથી લઇ તેના માટે કાયદો બનાવીશું ગુજરાતમાં કોઓપરિટિવ કંપનીમાં પણ સગાવાદ ઓળખાણવાદ ચાલી રહ્યો છે તેમણે વેપારી માટે કહ્યુ કે આજે ગુજરાતમાં વેપારીઓ માટે ભયનો વાતવરણ જોવા મળી રહ્યો છે વેપારીઓને ડરાવામાં આવે છે ધમકાવવામાં આવે છે એ ડરને અમારી સરકારમાં ખતમ કરીશું વેપારીઓને સન્માન આપીશું વેપારીઓ આપણા દેશના વિકાસ માટે ઘણાં યોગદાન આપ્યુ છે
ગુજરાતના કેટલાક વેપારીઓ અને ઉધોગપતિઓ સમ્રગ દુનિયામાં પ્રખ્યાત છે આજે મને અઢળખ આનંદ છે કે આદિવાસી સમાજને અમે ગેરંટી આપવા જઇએ છે આજે 75 વર્ષ થઇ ગયા આઝાદીના હજુ પણ સમાજ પછાત રહી ગયો છે આદિવાસી સમાજનું તમામ પાર્ટીઓ શોષણ જ કર્યુ છે આદિવાસી સમાજ માટે બંધારણમાં પણ અલગ કાયદા છે અલગ સંસ્કૃતિ છે અમારી સરકાર બનશે તો પહેલા આદિવાસીઓને બંધારણના 15 વ્યવસ્થા કરવામાં આવી છે તેને લાગુ કરીશું ટ્રાયબલ એડવાઇઝરી માટે ટ્રાયબલને જ બનાવીશું