ડીસા સિંધી સમાજ દ્વારા સિંધુ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..
ડીસા શહેરમાં આજરોજ અખાત્રીજ ના શુભ દિવસે સવારે ૧૦:૦૦ કલાકે સિંધુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વ. મીરાબેન ભગવાનભાઈ તેજવાણી ઝુલેલાલ તરફથી ડીસા હાઈવે પર આવેલ ટાફે ટ્રેક્ટરની પાછળ ડીસા પાલનપુર હાઇવે પર સિંધી સમાજનું સિંધુ ભવન બનાવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં સિન્ધી સમાજનાં આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહીને સિંધુ ભવનનું નિર્માણ કાર્યમાં જોડાયા હતાં ટ્રસ્ટના પ્રમુખશ્રી સુંદરભાઈ ફુલવાણી પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગોવિંદભાઈ ભાગચંદાણી સમાજના મહામંત્રી શ્રી અનિલ ફુલવાણી ઉપપ્રમુખશ્રી લખુભાઇ તેજવાણી ટ્રસ્ટી શ્રી દેવુભાઈ કેવલાણી,ગોવિંદભાઈ માખીજા, ખૂબચંદભાઈ મોહનાણી,નરેશભાઈ ઠરીયાણી, ભગવાનભાઈ હેમનાની, સુઠલભાઈ તોલાણી, રાજુભાઈ રાજુભાઈ ઠકકર કેવલાણી, ઝૂલેલાલ ભવનના સહયોગીશ્રીયો તેમજ સમાજના અન્ય આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું અને સિંધુ સમાજના લોકોએ સાથે મળીને ઝુલેલાલ ભગવાનને સિંધુ ભવનનું કાર્ય સંપૂર્ણ પુર્ણ કરી સિંધી સમાજ માટે ઉપયોગમાં લેવામાં આવે તેવી પ્રાથના કરી હતી..
બ્યુરો રિપોર્ટ દિપક પઢીયાર બનાસકાંઠા