શ્રી 42 ગામ બ્રહ્મ સમાજ વાવ થરાદ દિયોદર ડીસા તરફથી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું..

શ્રી પ્રગતિ યુવક મંડળ ડીસા તરફથી સુંદર આયોજન કરી ભાઈચારો અને એકતા વધે એનું પ્રતિક પૂરું પાડ્યું..

 દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ૪૨ ગામ બ્રહ્મ સમાજ વાવ થરાદ દિયોદર ડીસા તરફથી ડીસા સ્પોર્ટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા પાલનપુર થરાદ અને દિયોદર કોટડા ની ટીમો ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં કોટડા ઇલેવન અને થરાદ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં થરાદ ઇલેવનનો 16 રનને ભવ્ય વિજય થયો હતો આમ સતત બીજીવાર થરાદ 11 શ્રી 42 ગ્રામ બ્રહ્મ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા બની હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ સીરીઝ કોટડા ઇલેવન ના બેસ્ટમેન ધનંજય ત્રિવેદીને જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે બેસ્ટ બેસ્ટમેન નો એવોર્ડ પણ ધનંજય ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. ફાઇનલ વિજેતા ટીમને વિજેતા ટ્રોફી અને રનર્સ અપ ને પણ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આજના આયોજનમાં શ્રી 42 ગ્રામ બ્રહ્મ સમાજના પ્રમુખ કિર્તીભાઈ ઓઝા મહામંત્રી દિલીપભાઈ ઓઝા થરાદ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ ઓઝા દિયોદર તાલુકા ભાજપ મહામંત્રી નવીનભાઈ ત્રિવેદી ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર ચારના નગરસેવક ચેતનભાઇ ત્રિવેદી રાજુભાઈ શાસ્ત્રી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના યુવાન ખેલાડીઓને પ્રોત્સાહન આપી ભવિષ્યમાં સારી રમત રમી અને સમાજનું નામ ઉજ્જવળ કરવા માટે પ્રેરણા પણ આપી હતી અને તમામ આયોજનમાં ડીસા પ્રગતિ યુવક મંડળના પ્રમુખ કિરીટભાઈ ઓઝા અને તેમની ટીમ તરફથી સુંદર આયોજન કરી આવનાર ટીમો અને ડીસા બ્રહ્મ સમાજ ના પરિવાર માટે ચા પાણી નાસ્તો અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આજે વધુમાં આ ટુર્નામેન્ટ દરમિયાન ડીસા મહિલા મંડળની બહેનોએ પણ ક્રિકેટ રમી અને તે પણ ભવિષ્યમાં સારી ટુર્નામેન્ટ નું આયોજન કરવા માટે રસ દાખવ્યો હતો આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી પ્રગતિ યુવક મંડળ ડીસા તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજના આયોજનમાં સમાજના વિવિધ દાતાઓ તરફથી સહયોગ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રોફીઓના દાતા તરીકે કિશોરભાઈ વાઘજીભાઈ ત્રિવેદી હતા આવનાર મહેમાનોને સાફો સાલ અને ફૂલ હાર પહેરાવી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. બ્રહ્મ સમાજની ટીમોએ આ આયોજનને ઉત્સાહભેર વખાણી પણ હતી. અને ભવિષ્યમાં વધુ ટીમો ભાગ લઈ સમાજમાં એકતા ભાઈચારો અને સહયોગ દર્શાવવાની ભાવના પણ વ્યક્ત કરી હતી...