ડીસાના ભીલડી ગામે આરોગ્ય વિભાગના દરોડા:લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી, અખાદ્ય ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓ ને નોટીસ આપી દંડ ફટકાર્યો..
ડીસા તાલુકાના ભીલડી ગામે આજે આરોગ્ય વિભાગ ની ટીમોએ અખાદ્ય ચીજ વસ્તુઓ નું વેચાણ કરતા વેપારીઓ ને ત્યાં દરોડા પાડ્યા હતા..
અને ઝડપાયેલા અખાદ્ય ચીજ વસ્તુઓ ની નોટીસ આપી દંડ ફટકાર્યો હતો અને લોકો ના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ ચીજવસ્તુઓ નહીં વેચવા વેપારીઓને તાકીદ કરી હતી..
ડીસા તાલુકાના ભીલડી મથકે આરોગ્ય વિભાગે બજારમાં અખાદ્ય ચીજ વસ્તુઓ ના વેચાણ કરતા વેપારીઓ ને ત્યાં તપાસ હાથ ધરી હતી..
જેમાં બે અલગ અલગ ટીમો બનાવી ફરસાણની દુકાનો, નાસ્તાની લારીઓ, ઠંડા પીણાંના પાર્લરો તેમજ કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓ ને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું..
બજાર માં ખુલ્લામાં વેચતા ફરસાણમાં તળવા માટે થતાં એક જ તેલના વારંવારનો ઉપયોગ, પકોડીની લારીઓ પર સડેલા બટાકા, કાર્બેટ થી પકવેલી કેરીઓ, હોટેલો પર એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણા અને ફરસાણના પેકિંગ તેમજ હાથમાં મોજા પહેરવા સહિત સ્વરછતા ને લઇ ચકાસણી કરવામાં આવી હતી..
તપાસ દરમ્યાન ક્ષતિ જણાતા વેપારીઓ ને નોટિસ આપી 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવા માં આવ્યો હતો..
તેમજ વેપારીઓને આવી હલકી ગુણવત્તાવાળી અને અખાદ્ય ચીજ વસ્તુઓ નહીં વેચવા માટે તાકીદ કરી હતી..