મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા છે જેમાં વહેલી પરોઢે ઉઠી શહેરી કરી દિવસભર કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી 14 થી 15 કલાક સુધી આકરી તપસ્યા કરી રમજાન માસના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યા છે જેમાં પોતાના માતા પિતા વડીલો અને યુવાન ભાઈ બહેનોની રોજા સહિતની ઈબાદતથી પ્રેરિત થઈ રમજાન માસના રોજા રાખવામાં નાના માસુમ ભૂલકા એવા મુસ્લિમ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે અલ્લાહની ઇબાદતની ભાવના જોવા મળી રહી છે અને નાના માસુમ ભૂલકાઓ પણ કાળઝાળ ગરમી વેઠી 14 થી 15 કલાક ભૂખ્યા તરસ્યા રહી અડગ મને આકરી તપસ્યા કરી રોજા રાખી રહ્યા છે જેમાં હાલોલ શહેરના પાવાગઢ રોડ ખાતે રહેતા અનવરભાઈ રાઠોડના 10 વર્ષીય પુત્ર અયાનકુમાર અનવરભાઈ રાઠોડે રમજાન માસના પૂરા ( 29 ) રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી જેમાં અયાનકુમાર રાઠોડે પ્રથમવાર પોતાના જીવનના પૂરા રમજાન માસના અનમોલ 29 રોજા રાખી રોજાની હાલતમાં અલ્લાહની ઈબાદત કરી પોતાના બે હાથ અલ્લાહ સમક્ષ ઉઠાવી પોતાની કાલીધેલી ભાષામાં દુનિયા માટે અમન ચૈન અને શુકુનની દુઆઓ ગુજારી હતી જેમાં આ નાનકડા રોજદાર અયાનકુમાર રાઠોડને સમગ્ર રાઠોડ પરિવાર સહિત આસ પાસના લોકોએ તેમજ નગરના મુસ્લિમ બિરાદરોએ અનેકો અનેક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं