હાલોલ નગર ખાતે આવતીકાલે તારીખ 22 4 2023 ના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતિ ના પાવન પર્વે યોજાનાર ભવ્ય શોભાયાત્રા તેમજ મુસ્લિમોના સૌથી મોટા પાવન પર્વ રમજાન ઈદની શક્યતાઓને અનુલક્ષીને શનિવારે હિન્દુ મુસ્લિમ ધર્મના બે તહેવારોના અનોખા સમન્વયને અનુલક્ષીને બંન્ને તહેવારો નગર ખાતે સંપૂર્ણ કોમી એકતાની ભાવના વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રંગે ચંગે યોજાય તેને લઈને નગર ખાતે કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી પોલીસનું શક્તિ પ્રદર્શન યોજવા અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ એ ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉન પોલીસ મથકના કર્મચારીઓ ડી સ્ટાફ તેમજ એસઆરપી જવાનોએ નગર ખાતે ફ્લેટ માર્ચ યોજાઈ હતી જેમાં ટાઉન પોલીસ મથકના ડિસ્ટર્બ ના કર્મચારીઓ પોતાના શરીરે બોડી વોર્ન કેમેરા લગાવી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી નગરના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરતા નજરે પડ્યા હતા. જેમાં સમગ્ર ટાઉન પોલીસની ટીમે હાલોલ ટાઉન પોલીસ ચોકીથી લઈ નગરની મધ્યમાં આવેલા શાકમાર્કેટ,ગાંધી ચોક થઇ પાવાગઢ રોડ બોમ્બે હાઉસ અને સ્વામિનારાયણ પોલીસ ચોકી થઈ મુખ્ય બજારમાં રહી સટાક અંબલિવ તેમજ કંજરી રોડ અને બસ સ્ટેન્ડના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી