મહુવા તાલુકાના મોદા ગામે આજરોજ તારીખ 20/4/23 ને ગુરૂવારે રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો

મોદા ગામમાં કોઠા વાળી ખોડીયાર માતાજી ના મંદિરે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ નું આયોજન સાલુ હોય ત્યારે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો

ભજનીક અરવિંદ ભારથી, ભનુભાઈ આડેદરા, લોકસાહિત્ય માયાભાઈ આહીર તેમજ ઉદયભાઈ ધાંધલ સહિત તમાંમ ભવ્ય સંતવાણી કરી સાધુ સંતોની ભૂમિ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

  બ્રહ્મલીન ભરતગીરી બાપુની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને શ્રીમદ્ ભાગવત કથા નું રસપાન કરાવતા ક્ષીપ્રાગીરી મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવતા હતા અને સમસ્ત ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોમાંથી આવેલ લોકોએ શ્રવણ કરતાં હતાં.

   વિશેષ સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત કાર્યક્રમને દીપાવ્યો હતો.

રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા