માનવીય અભિગમ રાખી સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએઃ--- સાંસદશ્રી પરબતભાઇ પટેલ

પાલનપુર કલેકટર કચેરી ખાતે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને "દિશા" કમિટીની બેઠક યોજાઇ..

 પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ ની બેઠક યોજાઇ હતી. દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ-૨૦૨૨-૨૩ના માર્ચ-૨૦૨૩ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. 

         આ બેઠકમાં સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત અમલીકરણ કચેરીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો લાભ વંચિત અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરીએ.         

         બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લો.યમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા), દિન દયાલ અંત્યોદય યોજના, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ), શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન સ્કીમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત મિશન (અર્બન), સ્માર્ટ સીટી મિશન, અટલ મિશન ફોર રેજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત), નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ડીજીટલ ઇન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનલાઈઝેશન પ્રોગ્રામ, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, ઈન્ટ્રીગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, ઈન્ટ્રીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસસ, મીડ ડે મિલ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ઇમ્પલીમેન્ટેશન ઓફ નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, ડીજીટલ ઇન્ડીયા (પબ્લિક ઇન્ટરનેટ અકસેસ પ્રોગ્રામ), નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા, પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના, નોન લેપ્સેબલ કેંન્દ્રિય પુલ રિસોર્સ યોજના, સુગમ્ય ભારત અભિયાન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, ઇ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હર ખેત કો પાની, કમાન્ડ એરિયા ડેવલોપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ, એસલેરેટેડ ઇરિગીશન બેનિફિટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી પ્રોગ્રામ, બેટી બચાવો બેટી પઢાવો સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેકઠમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખે વિકાસકીય વિગતો રજૂ કરી હતી.    

           આ બેઠકમાં રાજ્યસભા સંસદ સભ્યશ્રી દિનેશભાઇ અનાવાડિયા, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી પ્રવિણભાઇ માળી, શ્રી અનિકેતભાઇ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.