મહુવા તાલુકાના બારતાડ બળિયા બાપાના મંદિરે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગ્રામ સેવક ભુપેન્દ્રભાઈએ ગામના ખેડૂતોને સરકાર શ્રીની વિવિધ ખેતીલક્ષી યોજનાકીય માહિતી પૂરી પાડી હતી.ખેડૂત પર્ટલ ઉપર વિવિધ યોજનાની અરજી આપી તે અંગેની સમજ આપી હતી.અને વડીયા ગામના ખેડૂત પ્રકાશભાઈ પટેલે પોતાની ખેતી તેમજ ખેતીના સિદ્ધાંતો જીવામૃત, બીજામૃત અને આચ્છાદન અને સહજીવન અને વાપસા વગેરે પર માહિતી આપી હતી. તેમજ ખેડૂતોને ખેતી ખર્ચ ઘટે અને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં કેવી રીતે ખેતી કરી શકાય તે અંગે ખેડૂતોને વિસ્તુત માહિતી આપી હતી.જેમાં ગામના મહિલા સરપંચ શ્રી ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને ખેડૂત ભાઈઓ બહેનોએ સારો એવો પ્રતિસાદ આપતા પોતે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं