સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન પાસે આવેલ ચુનારાવાડ વિસ્તારમાં યુવાને પોતાના ઘરે જ અગમ્ય કારણો સર ઘરે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ અંગેની જાણકારી આજુબાજુના પાડોશીઓને પડતા આજુબાજુમાં લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા અને તાત્કાલિક અસરે લીંબડી પોલીસને જાણકારી કરવામાં આવતા લીંબડી પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી અને પરિવારજનોના નિવેદનો લઇ અને ડેટ બોડી ઉતારી અને તાત્કાલિક અસરે પીએમ માટે સાર્વજનિક હોસ્પિટલ લીંબડી ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે યુવાને કયા કારણોસર ગળે ફાંસો ખાધો તેની તપાસ હાલમાં લીંબડી પોલીસ ચલાવી રહી છે.