પાવીજેતપુર તાલુકાના સીથોલ ગામ પાસેથી ૨૫,૦૦૦/- ના વિદેશી દારૂ સાથે ૩,૮૦,૬૪૧/- ના મુદ્દા માલ સાથે બે ખેપિયા પકડાયા
પાવીજેતપુર તાલુકાના સિથોલ ગામ પાસે બાતમી આધારે વોચ ગોઠવી ૨૫,૦૦૦ નો વિદેશી દારૂ, તેમજ દારૂ ની ખેપ મારવામાં વપરાયેલ ગાડી સહિત ૩,૮૦,૬૪૧/- નો મુદ્દા માલ સાથે બે ખેપિયાઓની ધરપકડ કરી પાવીજેતપુર પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાવીજેતપુર પોલીસ વાંકી બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન સિથોલ ગામ પાસે હાજર હતા તે સમયે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ પાવીજેતપુર તરફથી એક સફેદ કલરની મહીંદ્રા કંપનીની બોલેરો ગાડીમા ઈંગ્લીશ દારૂ લઈને આવે છે. બાતમી હકીકત આધારે, સિથોલ ગામે રોડ ઉપર તપાસ વોચમા હતા તે દરમ્યાન થોડીવારમા જ બાતમી હકીકતવાળી મહીંદ્રા કંપનીની બોલેરો ગાડી આવતા તેને કોર્ડન કરી ઉભી રાખી ગાડી ચાલકનુ નામ ઠામ પુછતા તેને પોતાનુ નામ ભરતભાઇ કુલસિંગભાઇ રાઠવા ઉ.વ.૨ ૫ રહે.ખોરવાણીયા, ડામર ફળીયા, તા.જી.છોટાઉદેપુર ના હોવાનુ જણાવેલ તેમજ તેની સાથે બેઠેલ ઇસમને નામઠામ પુછતા તેને પોતાનુ નામ રીતેશભાઇ કરણભાઇ રાઠવા ઉ.વ.૨૦ રહે.લગામી, હોળી ફળીયા, તા.જી.છોટાઉદેપુર ના હોવાનુ જણાવેલ, જેથી બંને ઈસમોને સાથે રાખી ગાડીમા તપાસ કરતા ગાડીમા એક ચોરખાણુ બનાવેલ હોય, તેમા તપાસ કરતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલ હતો. જે તમામ બોટલો બહાર કાઢી જોતા ગેરકાયદેસર વગર પાસ પરમીટની ૧૮૦ મી.લીના પ્લાસ્ટીકના ક્વાટરીયા ની બોટલો નંગ-૨૫૧, કિ. રૂ. ૨૫,૧૪૧/- તથા મુદામાલની હેરાફેરીમા વપરાયેલ મહીંદ્રા કંપની બોલેરો ગાડી નંબર જી.જે.-૨૦-એન-૩૨૦૫ જેની કિ રૂ .૩,૫૦,૦૦૦/- તથા અંગ ઝડતી માંથી મળેલ મોબાઈલ નંગ-૦૨, જેની કિ. રૂ.૫,૫૦૦/-મળી કુલ કિ રૂ.૩,૮૦,૬૪૧/ ના મુદ્દામાલ સાથે પાવીજેતપુર પોલીસ દ્વારા બંને ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.