તારાપુર માર્કેટયાર્ડની યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

તારાપુર APMC માર્કેટ યાર્ડમાં તા. ૧૭ એપ્રીલ ના રોજ વ્યવસ્થાપક કમિટીની ચુંટણી માટે મતદાન યોજાયું હતું જેની તા.૧૮ એપ્રીલના રોજ તારાપુર APMC માર્કેટ યાર્ડ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી

જેમાં સૌ પ્રથમ વેપારી વિભાગની 4 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો અને બાદમા ખેડૂત વિભાગની મત ગણતરીમાં 10 માં થી 7 પર ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો અને તેલીબિયાં મંડળીની બે સીટ પર ભાજપનાં બે ઉમેદવારો પહેલેથી બિનહરીફ બન્યા હતા

ખેડૂત વિભાગની 10 બેઠક માટે 27 ઉમેદવાર મેદાનમાં હતા ખેડૂત વિભાગ માં 276 મતદારો માંથી 272 એ મતદારો એ મતદાન કર્યું હતું અને વેપારી વિભાગમાં 129 મતદારો માંથી 125 મતદારો એ મતદાન કર્યું હતું.

જેનું પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરીત પેનલનો ભવ્ય વિજય થવા પામ્યો હતો જેને લઈ ટેકેદારો અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને એક બીજાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આમ સોજીત્રા વિધાનસભાના તારાપુર તાલુકાની યોજાયેલ એ.પી.એમ.સી ની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વેપારી પેનલમાં ચાર માંથી ચાર અને ખેડૂત પેનલમાં દસ માંથી સાત ઉમેદવારનો ભવ્ય વિજય થવા બદલ આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ મો. 6352249942 / 9924095287