શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણના મનોવિજ્ઞાન અનુસ્નાતક વિભાગના વિધાર્થી ઘટાડ સંજયકુમાર દ્વારા ખુબ જ અગત્યના વિષય પર કોલેજના અધ્યાપક ડૉ. પરીક્ષિતસિંહ રાવ સાહેબના માર્ગદર્શનમાં મનોવૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું હતું.તેઓએ “દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અંધશ્રદ્ધા પ્રત્યેના મનોવલણ" વિષય પર સંશોધન કર્યું, જેના નિષ્કર્ષ દર્શાવે છે કે આ વિસ્તારના લોકોમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં અને સ્નાતક કરતાં સ્નાતકથી ઓછો અભ્યાસ ધરાવતાં લોકોમાં અંધશ્રદ્ધા પ્રત્યેના મનોવલણ વધુ જોવા મળ્યા છે જયારે વ્યવસાયની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આ શોધકાર્યના મૂલ્યાંકન માટે આવેલા યુનિવર્સીટીના વિનયન વિભાગના ડીન ડૉ. એ. એલ. સુતરીયા સાહેબ તથા વડનગર આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. એચ. જી. નાંદોલિયા સાહેબે પણ સમગ્ર સંશોધનને વર્તમાન સમયની જરૂરિયાત ગણાવીને બિરદાવ્યું હતું....