ડીસાના આખોલ ચોકડી નજીક લોખડ ની કોઈલ ભરી જતું ટ્રેલર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ના પગલે ટ્રાફિકજામ થતા નેશનલ હાઈવે ઓથોરિટી હાઇવે પેટ્રોલિંગ ની ટીમે ક્રેન ની મદદ થી ટ્રેલર સાઈડ માં કરાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
ગાંધીધામ થી એક ટ્રેલર ૪૦ ટન કોઈલ ભરી જયપુર તરફ જતું હતું અને ડીસા ના આખોલ પાસે આવેલા બ્રિજ ઉપર થી પસાર થતું હતું.તે સમયે આગળ જઈ રહેલા કાર ચાલકર અચાનક બ્રેક મારતા ટ્રેલર ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા ટ્રેલર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આ બનાવના પગલે નેશનલ હાઇવે ઓથોરિટી અને અદાની કમ્પની હાઇવે પેટ્રોલિંગ ટિમ દોડી આવી હતી અને ક્રેન ની મદદ થી ટ્રેલર ને સાઈડમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.