ડીસા માર્કેટયાર્ડ ના સંચાલક મંડળની ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ..
જેમાં ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ અને કોગ્રેસ ના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈની પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે..
અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 7 બુથ પર મતદાન માટે ખેડૂત મતદારોની કતાર લાગી હતી..
ઉત્તર ગુજરાત માં બીજા નંબર નું સ્થાન ધરાવતી ડીસા માર્કેટયાર્ડ, સંચાલક મંડળ ના વેપારી વિભાગ ના ચાર અને તેલીબીયા વિભાગ ના બે મળી કુલ છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે..
જયારે ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં વહેલી સવાર થી જ મતદાન માટે ખેડૂત મતદારો ની લાંબી કતાર લાગી ગઈ હતી..
ચૂંટણી અધિકારી દ્વારા શાંતિપૂર્ણ માહોલ માં મતદાન થઈ શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાત બુથ પર આ મતદાન પ્રક્રિયાની શરૂઆત કરી હતી..
જેમાં કુલ 10 ડિરેક્ટરો માટે 2939 જેટલા મતદારો મતદાન કરવાના છે..
આ ચૂંટણીમાં ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ કોગ્રેસ ના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે..
આ ચૂંટણી માં બંને પેનલ ના દાવેદારોએ પોત પોતાની પેનલ વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો..