રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબતથા દેવભૂમિ દ્વારકા જીલ્લાનાપોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ પ્રોહી-જુગાર અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે.ગોહીલ નાઓની રાહબારી હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી એસ.વી.ગળચર તથા બી.એમ.દેવમુરારી નાઓની એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમો બનાવી કામગીરી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હાથ ધરવામાં આવેલ.

જેમાં આજરોજ પોલીસ સબ ઇન્સ. શ્રી એસ.વી.ગળચર નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.દરમ્યાન એ.એસ.આઇ. કેશરભાઇ ભાટીયા તથા પો.કોન્સ દેવાભાઈ મોઢવાડીયા નાઓને સંયુકતમાં મળેલ હકીકત આધારે નીચે જણાવેલ આરોપીએ બરડા ડુંગરમાં આવેલ સત-સાગર તળાવથી બારી તળાવ તરફ જતી પગ કેળી રસ્તે જાળીમાં ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે જે હકીકત આધારે બરડા ડુંગરમાં જઈ હકીકત વાળી જગ્યાએ રેઇડ દરમીયાન નીચે જણાવેલ દેશી દારૂનો જથ્થો તથા દેશી દારૂ બનાવવાના કાચા આથાનો જથ્થો તથા ભઠ્ઠીમાં ઉપયોગમાં લીધે સાધનો તથા મોબાઈલ ફોન પકડી પાડી ફરારી આરોપી વિરૂધ્ધ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ. શ્રી એસ.વી.ગળચર નાઓએ ગુન્હો રેકર્ડ કરાવેલ છે.

- કુરારી આરોપી-

(૧) સામત ઉર્ફે હકો સ/ઓફ દાનાભાઈ મોરી જાતે રબારી રહે. હાલ ફિલ્ટર નેશ મૂળ રહે.બારી તળાવ નેશ

તા.ભાણવડ જિ.દેવભૂમિ દ્વારકા તથા તેના સાગરીતો

- કબ્જે કરેલ મુદ્દામાલ-

(૧) દેશી દારૂ લી.૩૫૦ કી.રૂ.૭૦૦૦/- (૨) દેશી દારૂ બનાવવાનો આથો લી.૪૬૦૦/- કી.રૂ.૯૨૦૦/- (૩) મોબાઈલ ફોન નંગ-૨ કી.રૂ.૩૫૦૦/- તથા (૪) તાંબાની નળીઓ નંગ-૩ કી.રૂ.૧૫૦૦/- મળી કુલ કી.રૂ.૨૧,૨૦૦/- નો મુદામાલ

કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ સાહેબની રાહબારી હેઠળ એસ.વી.ગળચર, PSI બી.એમ.દેવમુરારી, ASI કેશુરભાઇ ભાટીયા,PC ગોવીંદભાઇ કરમુર, દેવાભાઈ મોઢવાડીયા, ડ્રL PC વિશ્વદીપસીહ જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ નાઓ જોડાયા હતા.