અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી ગેરકાયદેસ૨ માદક પદાર્થ ભેજવાળો ગાંજો ૫૪૪ ગ્રામ કિ.રૂા.૫,૪૪૦/- નાં જથ્થા એક આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૦૨/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય,

જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે...

અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા

એસ.ઓ.જી.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલકે 

અમરેલી શહેરમાં અલ્ફાઝ સીદીકભાઇ નગરીયા, રહે બટારવાડી, જાત એપાર્ટમેન્ટ, બ્લોક નં-૬૦૧ તા.જિ. અમરેલીવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને

ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી

અલ્ફાઝ સીદીકભાઇ નગરીયા.ઉ.વ.૫૮, ધંધો મજુરી( ફુલની) રહે.અમરેલી બારવાડી, જાત એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૬૦૧ તા.જી.અમરેલી

કબ્જે કરેલ મુદ્દામાલ

માદક પદાર્થ ભેજવાળો ગાજો ૫૪૪ ગ્રામ કિ.રૂા ૫,૪૪૦/- તથા એક ઇલેકટ્રોનિક વજનકાંટો કિ.રૂા ૫૦૦/- તથા મોબાઇલ ફોન નગ-૧, કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂા.૬,૪૪૦ નો મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે

 મજકુર ઇસમને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ , નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ

એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટ એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી.શાહ

તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. યુવરાસિંહ સરવૈયા, સંજયભાઇ પરમાર, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી

તથા પો.કોન્સ., સ્વાગતભાઇ વરીયા, ડ્રા.પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા, નિરજભાઇ વાધેલા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.