સ્વાગત સપ્તાહની ઉજવણી સંદર્ભે તાલીમ: બનાસકાંઠા જિલ્લામાં બાઇસેગ- સેટકોમ દ્વારા તલાટી, સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યોની ઓનલાઈન તાલીમ યોજાઇ

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ, ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ "સ્વાગત" ની શરૂઆત તા.24 એપ્રિલ-2003ના રોજ થઇ હતી. આ કાર્યક્રમને એપ્રિલ મહિનામાં 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે બનાસકાંઠા જિલ્લામાં આ માસના ચોથા સપ્તાહની "સ્વાગત સપ્તાહ" તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા. 11 એપ્રિલ થી 29 એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહનો અવેરનેસ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વાગત સપ્તાહ ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે પંચાયત વિભાગના સંકલનમાં બાઇસેગ- સેટકોમ દ્વારા તલાટી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યઓની ઓનલાઈન તાલીમ યોજાઇ હતી. જેમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપી જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તલાટીઓ, સરપંચઓ તથા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.