તારાપુર પોલીસે બાતમીના આધારે તારાપુરનાં સીમ વિસ્તારમાં સ્થાનિક યુવકનાં ખેતરમાં ડાંગરનાં પૂડા નીચે સંતાડેલી રૂ.72,030ની કિંમતની 490 નશાકારક કફ સીરપની બોટલનો જથ્થો ઝડપ્યો છે. પોલીસ દ્વારા આ જથ્થામાંથી નમૂના લઈ એફએસસેલને મોકલી આપવામાં આવ્યા છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પ્રાપ્ત માહિતી મુજબ તારાપુર પોલીસને બાતમી મળી હતી કે ટાઢા હનુમાન સીમમાં એક ઈસમ પોતાના ખેતરમાં નશાકારક કફ સીરપ બિનઅધિકૃત વેચાણ કરવા લાવે છે. જે અંગેની બાતમીના આધારે તારાપુર પોલીસે દીક્ષિત ફળિયામાં રહેતા કમલેશભાઈ અશોકભાઈ પરમારના ટાઢા હનુમાન સીમમાં આવેલા ખેતરમાં દરોડો પાડી તપાસ કરતા ડાંગરનાં ગંઠા નીચે સંતાડેલી નશાકારક કપ સીરપની 490 બોટલ જથ્થો ઝડપાયો હતો.

આ દરોડામાં તારાપુર પોલીસે સીલબંધ મર્કાવાલી નશાકારક કફ સીરપની 490 બોટલ કિંમત રૂ.72,030ની કિંમતનો જથ્થો ઝડપી એફ એસ એલ તથા ડ્રગ ઇન્સ્પેક્ટરને સ્થળ પર બોલાવી ખાતરી કરી હતી. વળી ઝડપાયેલ કફ સીરપ પાસ પરમીટ વગર કે કોઈ આધાર પુરાવા વગર બિન અધિકૃત રીતે વેચાણ કરવા લાવ્યો હોવાનું ખુલતા કફ સીરપનાં નમૂના એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યા હતા. જે અંગે રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.હાલ તારાપુર પોલીસે આ બનાવ અંગે જાણવાજોગ નોંધ કરી તપાસ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો ૯૯૨૪૦૯૫૨૮૭ / ૬૩૫૨૨૪૯૯૪૨