અમરેલી શહેરમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમને કુલ કિં.રૂ.૨૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
અમરેલી એલ.સી.બી.ટીમે ગઇ કાલ બાતમી હકિકત આધારે , જુના માર્કેટ યાર્ડ ખાતેથી એક ઇસમને આઇ.પી.એલ. ૨૦૨૩ ની પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં વોટસએપ મારફતે ઓનલાઇન આઇ.ડી.ની આપ લે કરી, પૈસા વડે ‘“ક્રિકેટનો સટ્ટો” રમી/રમાડતા પકડી પાડી, જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
નીરવ ઉર્ફે લાલો ચંદુભાઇ ભીમજીયાણી, ઉ.વ.૩૦, રહે.ચલાલા, શકિત શેરી, મેઇન બજાર, તા.ધારી, જિ.અમરેલી.
→ પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૫,૩૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન - ૧ કિ.રૂ.૮,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ચિઠ્ઠી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૨૩,૩૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. કિશનભાઇ આંસોદરીયા, ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.