ડીસા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

 વિશ્વવિભુતિ,મહાન સમાજ સુધારક અને ભારતીય બંઘારણના ઘડવૈયા, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની આજે જન્મ જયંતી નિમિત્તે જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડીસા ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ડો રમેશભાઈ પટેલ લોકસભા પ્રભારી વિજયભાઈ દવે જિલ્લા પ્રભારી આર કે પટેલ મહામંત્રી હર્ષદભાઈ પટેલ સુભાષભાઈ સોનેરી સાથે ડીસા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ સુભાષભાઈ ઠક્કર નવીનભાઈ પરમાર રવીભાઈ દેવાણી મુસતિક મેમણ સહિત ડીસાના આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ સાથે ધાનેરાથી અશોકભાઈ ઠક્કર સાથે આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને બાબા સાહેબ આંબેડકર અમર રહો ના નારા સાથે જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ના નારા સાથે દિપક હોટલ સામે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ માલા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

અહેવાલ અમૃત માળી ડીસા