ધાનેરાની શિવમ વાડી ખાતે આરએસએસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું

 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેન્ડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ બનાસકાંઠા દ્વારા ધાનેરાની શિવમ વાડી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે નિશુલક મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર એમ એસ અગ્રવાલ સર્જન ડોક્ટર બીજી મોર પીડિયાટિક ડોક્ટર સોનાલીબેન કોટડીયા ગાયનેક ડોક્ટર વિશાલભાઈ પટેલ દાંતના સર્જન ડોક્ટર જયભાઈ પટેલ એમડી ફિઝિશિયન ડોક્ટર કમલેશભાઈ કોટડીયા ગાયનેક તેમજ ધરતી બ્લડ બેન્ક દ્વારા સેવા આપવામાં આવી હતી અને 300 કરતાં વધુ દર્દીઓએ આ મેડિકલ કેમ્પમાં સેવાનો લાભ લીધો હતો. તો આવનાર તમામ દર્દીઓને પાંચ દિવસની દવા પણ મફતમાં આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આરએસએસ ના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો