વંદે ગુજરાત વિકાસ યાત્રામાં જિલ્લાના વિવિધ સ્થળોએ ભૂલાતી લોકકલા દ્વારા લોકશિક્ષણની ઉમદા કામગીરી નડિયાદતાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાએ કરી છે....આ શાળા છેલ્લા ૧૯ વર્ષથી શૈક્ષણિક પૂતળીખેલના સફળ પ્રયોગ રાજ્યભરમાં કરે છે.શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ લિખિત,સર્જિત, દિગ્દર્શિત પૂતળીખેલ(પપેટ શો ) વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણાના ખાસ આદેશ અનુસાર જિલ્લાના પાલી(ગળતેશ્વર), મોદજ(મહેમદાવાદ), પીપળાતા(નડિયાદ),સીંજીવાડા (માતર) તથા લસુન્દ્રા (કઠલાલ) ખાતે વિકાસ રથ સાથે પહોંચી ગુજરાતનો વિકાસ ઉપરાંત કન્યા શિક્ષણ, બેટી બચાવો,પર્યાવરણ બચાવો,મહાપુરુષ ચરિત્ર જેવા વિષયની રજૂઆત કરી છે.ઉપરાંત નડિયાદની ચકલાસી તથા કઠલાલની અનારા અને કઠાણાની શાળામાં પણ પૂતળીખેલ રજૂ કર્યા છે. પ્રાંત યુવા વિકાસ અધિકારી ડૉ.ચેતન શિયાણીયા તથા રમત ગમત કચેરીના તુષારભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે કપડવંજ તાલુકાની સિંઘાલી શાળાના જશવંતભાઈ પાટીલ,માતરના નિવૃત બીઆરસી ગિરિશચન્દ્ર પુરોહિત, વાલ્લાના નિવૃત શિક્ષક જયંતિભાઈ મકવાણા,તથા વિદ્યાર્થી દેવકુમાર પટેલ અને ભૌતિકકુમાર પટેલે કુલ 3414 ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સામે સફળ રજૂઆત કરી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક પૂતળીખેલ એ વાલ્લા શાળાની રાજ્યમાં આગવી ઓળખ બની છે.અને તે અવાર નવાર દૂરદર્શન પરથી પ્રસારિત થતાં રહ્યા છે..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं