ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા મૈત્રીવિદ્યાપીઠ દ્વારા માતુશ્રી કમળાબેન માધવલાલ વોરા પ્રેરિત ચિંતન શિબિરનું ખૂબ સુંદર આયોજન થયું જેમાં શ્રી નિરંજનભાઈ પરમાર(રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ અને ધ્વજવંદન વિધિ),શ્રી નીતાબેન દેસાઈ (શિક્ષણમાં યોગ,આસન અને પ્રાણાયામનું મહત્ત્વ)તેમજ ડૉ.બળવંતભાઈ વ્યાસ ( પ્રાર્થના, ધ્યાન,અભ્યાસગૃહ,રાષ્ટ્રીય નારા શા માટે)દ્વારા મનનીય વ્યાખ્યાનો અપાયા.કારકિર્દી સપ્તાહ અંતર્ગત ડૉ.જયશ્રીબેન દેસાઈ(વ્યાવસાય અને પરિવારનું સંતુલન તેમજ વ્યાવસાયિક સ્થળે જાગૃતિ),ડૉ.નિખિલેશભાઈ દેસાઈ (વાચન દ્વારા વ્યક્તિત્વ વિકાસ),શ્રી રોહિતભાઈ ગોસ્વામી(ગ્રાહક સુરક્ષા,હક્કો,ફરજો અને જાગૃતિ),શ્રી પન્નાબેન શુક્લ(સ્ટાર્ટઅપ:સમસ્યા અને સમાધાન:મહિલા સશક્તિકરણ),ડૉ.કિન્નરીબેન ખારોડ(વાણી,વર્તન,વ્યવહાર અને વ્યક્તિત્વ વિકાસ)જેવા વિવિધ વિષયો ઉપર ખૂબ પ્રેરક વ્યાખ્યાનો અપાયા.વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે તાલીમાર્થી બહેનોએ ગૃહસજાવટ,આતિથ્ય,વૈજ્ઞાનિક અભિગમ,વાતચીતની કલા તેમજ જીવન વ્યવહારો સંબંધિત વિષયો પર ખૂબ સુંદર મૌલિક અભિવ્યક્તિ કરી હતી.અધ્યાપકોના ટીમવર્ક અને સફળ આયોજનને બિરદાવી આચાર્યશ્રી ડૉ.કેતનભાઈ ગોહેલે સૌને અભિનંદન આપ્યા હતાં.