થરા કોલેજમાં ટાટા કંસલટન્સી સર્વિસ દ્વારા યુવા રોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા અને ટાટા કંસલટન્સી સર્વિસ (T.C.S) ના સંયુક્ત ઉપક્રમે યુવા રોજગારલક્ષી તાલીમનું આયોજન તા.03/04/2023 થી તા.22/04/2023 સુધી ૧૦૦ કલાકની કાર્યસૂચિ પ્રમાણે આયોજન કરવામાં આવ્યુ.

    આ રોજગારલક્ષી કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે કોલેજના પ્રમુખશ્રી ધીરજકુમાર કે.શાહ , મંત્રીશ્રી જીતુભાઈ ધાણધારા અનેભૂમિદાતા શ્રી રાજેશકુમાર સી.સોનીના આશીર્વાદ અને માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના,દીપપ્રાગટ્ય અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.કોલેજના પ્રિ.ડૉ. દિનેશકુમાર એસ.ચારણે સ્વાગત પ્રવચન સાથે પ્રેરણા અને રોજગારલક્ષી માર્ગદર્શન સહ સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની સૂચિ પ્રદર્શિત કરી હતી. તેમજ T.C.S – YEP ગુજરાત રાજ્યના પ્રભારી નિકિતાજી નાડકર્ણીના માર્ગદર્શન અને યુવા રોજગારલક્ષી પ્રેરક પ્રેરણાના આભારી છીયે અને ટાટા કંસલટન્સી સર્વિસ (T.C.S) ના માસ્ટર ટ્રેનર શ્રી અનન્તકુમાર કાત્યાયનીએ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ યુવા રોજગારલક્ષી જ્ઞાનસભર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને હુંફ પૂરી પાડી હતી આ તાલીમ કાર્યક્રમમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને સમગ્ર અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યાં હતા.આ તાલીમ કાર્યક્રમનું સુચારું સંચાલન પ્રા.ડૉ.રામજીભાઈ આર.રોહિતે કર્યું હતું.

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ