ખંભાત તાલુકાના ખડોધીની એક મહિલાએ ભાઈના બીમારીના સારવાર અર્થે હાથ ઉછીના નાણાં માંગણી કરતા બોરસદની મહિલાને ₹1,50,000 આપ્યા હતા. બોરસદની મહિલાએ લીધેલ નાણા પરત આપવા વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ તે રકમ ચૂકવણી માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા બોરસદ શાખાનો ચેક આપ્યો હતો.જેને ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા રિટર્ન થતા ખડોધીની મહિલા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી.ખંભાત કોર્ટમાં કેસ ચાલી જતા ખંભાત એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને છ માસની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મળતી માહિતી અનુસાર ખંભાત તાલુકાના ખડોધી ગામે રહેતા રેખાબેન જગદીશભાઈ જોશીએ બોરસદના શ્રીનાથજી ભવન, શિવ શંકર સોસાયટીમાં રહેતા રાધાબેન ધનસુખભાઈ રાઠીને પોતાના ભાઈ બીમાર હોવાથી સારવાર અર્થે હાથ ઉછીના નાણાંની માંગણી કરી હતી.જેથી ઓક્ટોબર 2018 વર્ષમાં ખડોધીની મહિલા રેખાબેને 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ સદર રૂપિયા છ માસમાં ચૂકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપેલો પરંતુ આરોપીના વાયદા મુજબ આરોપી દ્વારા લેણા રૂપિયા ચૂકવી ન આપતા ઉઘરાણી કરતા આરોપીએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા નો 1.5 લાખ નો ચેક રૂબરૂમાં સહી કરીને આપ્યો હતો.જેને ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા 'ઇન સફીશીયલ ફંડ' ના શેરાથી ચેક રીટર્ન થયો હતો. જે બાદ ફરિયાદીએ નિર્વિકલ્પે વકીલનો સંપર્ક શાંતિ ખંભાત કોર્ટમાં ફરિયાદ કરી હતી.જે કેસ ખંભાતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો.ફરિયાદી પક્ષના વકીલ એન. ટી.મોથીયારાએ ફરિયાદીના સમર્થન માટે શરત પાસનું સોગંદનામુ, ચેકની નકલ, રિટર્ન મેમો, આરોપીને આપેલ નોટિસની સ્થળપ્રત, પોસ્ટની આર.પી.એડીની સ્લીપ, ફરિયાદ કરવાના પુરાવાઓ તેમજ ધારદાર રજૂઆત કરી હતી.બાદમાં આરોપીનું વિશેષ નિવેદન નોંધ્યા બાદ બંને પક્ષ તરફના વકીલોની દલીલો સાંભળવામાં આવી હતી.ઊલટ તપાસ હાથ ધરી સમગ્ર દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓનું મૂલ્યાંકન બાદ આરોપી સામે 138 ના તમામ તત્વો સાબિત થયા હતા.પરિણામે આરોપી રાધાબેન ધનસુખભાઈ રાઠી ઉ.વ.58 (રહે શ્રીનાથજી ભવન, શિવ શંકર સોસાયટી, તારાપુર રોડ, મુ.તા.બોરસદ) વટાઉ ખત અધિનિયમ કલમ 138 ના ગુનામાં દોષિત સાબિત થતાં એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ભાવિનકુમાર જીતેન્દ્રરાય પંડ્યાએ છ માસની સાદી કેદની સજા તેમજ ₹1,98 375 ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
(સલમાન પઠાણ-ખંભાત)
9558553368