પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટામેટા ભરેલ કેરેટની આડમાં હેરાફેરી થતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/બીયર ની કુલ બોટલ/ટીન નંગ-૧૪૧૩ કિ.રૂ.૨,૭૩,૩૯૦/- તથા મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા પીકઅપ ડાલુ નં. GJ.27.TT.5975 કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા ડાલાની ચાવી કિ.રૂ.૦૦/૦૦ તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ-૪૦ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૬,૮૩,૩૯૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર-બનાસકાંઠા”

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા

શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ 

શ્રી એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર પો.સબ.ઇન્સ. એલ.સી.બી. નાઓ સ્ટાફના માણસો સાથે પાલનપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પાલનપુર એરોમા સર્કલ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે, “એક મહીન્દ્રા પીકડાલુ જેનો નં.GJ.27.TT.5975 નુ જેમાં ટામેટાના કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ડીસા તરફથી આવી અત્રે થઇ આગળ અમદાવાદ તરફ જઇ રહેલ છે.” જે હકીકત આધારે પાલનપુર એરોમા સર્કલ રોડ ઉપર પીકઅપ ડાલાને પકડી લીધેલ જે ડાલામાં ટામેટા ભરેલ કેરેટની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/બીયર ની કુલ બોટલ/ટીન નંગ-૧૪૧૩ કિ.રૂ.૨,૭૩,૩૯૦/- તથા મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા પીકઅપ ડાલુ નં. GJ.27.TT.5975 કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા ડાલાની ચાવી કિ.રૂ.૦૦/૦૦ તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ-૪૦ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૬,૮૩,૩૯૦/- નો મુદ્દામાલ કબજે કરી પીકઅપ ડાલાના ચાલક ગોવિંદરામ ઓખારામ જાતે.મેઘવાલ ઉ.વ.૨૩ હાલ રહે. ગામ.સોનેડા તા.મંડાર જીલ્લો.શિરોહી મુળ રહે.ગામ.ડેરોલ પોસ્ટ.જોલપુર તા.રેવદર જીલ્લો.શિરોહી રાજસ્થાન વાળાને પકડાઇ જઇ તથા દારૂનો જથ્થો મોકલનાર મો.નં.૭૦૪૧૧૮૧૭૭૨ વાળા નંબરનો ધારક જેના નામ સરનામુ જાણવા મળેલ નથી તેઓની વિરૂધ્ધમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.