મહુવા તાલુકાના કરચેલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર ખાતે કોવિડ 19નું મોકડ્રિલ યોજાયું હતું હાલ મહુવા તાલુકામાં કોરોનાએ પગ પેસારો કરી છે ત્યારે તાલુકાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ જવા પામ્યું છે કોરોનાની સ્થિતિ તાલુકામાં બગડે નહીં તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે ત્યારે પરિસ્થિતિ વધુ બગડે ત્યારે કોરોના પીડિત દર્દીને.તાત્કાલિક સુવિધાઓ મળી રહે અને જેના માટે આરોગ્ય વિભાગની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે કરચેલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રિલ યોજી તમામ ચકાસણી કરવામાં આવી હતી આ મોકડ્રિલ વખતે ડોક્ટર, નર્સ અને પૂરો સ્ટાફ એક્સન મોડમાં જણાયા હતા.ગામના સરપંચ કેયુર પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય મોક ડ્રિલ સમયે હાજર જોવા મળ્યા હતા.