એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા કરાયું આયોજન..
3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનમાંથી 32 ટીમોએ ભાગ લીધો હતો.
બનાસકાંઠા જિલ્લામાં એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા ડીસા ખાતે સમસ્ત આદિવાસી ભીલ સમાજની 3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરાયું હતું.જેમાં રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતમાંથી આદિવાસી ભીલ સમાજની 32 ટિમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઇનલમાં ફ્રેન્ડ્સ 11 દાંતા અને કિંગ કોબરા 11ભિલોડાની ટિમ સામે ટક્કર થઈ હતી. જેમાં વિજેતા ફ્રેન્ડ્સ 11 દાંતા ટિમ તેમજ ઉપવિજેતા કિંગ કોબરા 11 ભિલોડાની ટિમ
થઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા 6 વર્ષ થી આદિવાસી ભીલ સમાજનું સંગઠન એવું એકલવ્ય યુવા સંગઠન સમગ્ર જિલ્લામાં સમસ્ત આદિવાસી ભીલ સમાજ શિક્ષણ સહિત દરેક શેત્રે આગળ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો થકી સમાજમાં જાગૃતા લાવવાનું કાર્ય કરવામાં આવે છે.તેમજ અન્ય સમાજની જેમ આદિવાસી સમાજ પણ સંગઠિત થાય તેમજ આદિવાસી સમાજના યુવાઓ રમતગમત શેત્રે પણ આગળ વધે તે માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા માં આદિવાસી સમાજનું સંગઠન એવું એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા ડીસાના સ્પોર્ટ ક્લબ તેમજ એ.પી.એમ.સી માર્કેટ ખાતે 3 દિવસીય સમસ્ત આદિવાસી ભીલ સમાજની ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરાયું હતું.જેમાં રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાત ભરમાં વસતા આદિવાસી સમાજની 32 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઇનલમાં ફ્રેન્ડ્સ 11 દાંતા અને કિંગ કોબરા 11 ભિલોડાની ટિમ સામે ટક્કર થઈ હતી. જેમાં વિજેતા ફ્રેન્ડ્સ 11 દાંતા ટિમ તેમજ ઉપવિજેતા કિંગ કોબરા 11 ભિલોડાની ટિમ
થઈ હતી.વિજેતા ટીમને ટ્રોફી અને 18 હજાર રોકડ રકમ તેમજ ઉપવિજેતા ટીમને ટ્રોફી અને 13 હજાર રોકડ રકમ આદિવાસી સમાજના આગેવાનો તેમજ સમાજના યુવા મિત્રો દ્વારા આપી સન્માન કરાયું હતું.આ 3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા સુંદર આયોજન કરાયું હતું.