આ કામના કેદીને ફેમીલી કોર્ટ અમરેલી દવારા ભરણ પોષણની

 રકમ રૂ. ૧,૦૫,૫૦૦/- ન ભરવા બદલ ૨૬ માસની કેદની સજા કરેલ હોય અને મજકુર કેદી રાજકોટ મધ્યસ્થ જેલમા સજા ભોગવતો હોય અને નામદાર ગુજરાત હાઇકોર્ટનાઓના આદેશાનુસાર તા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૦૪/૧૧/૨૦૨૨ સુધી દીન-૧૦ની પેરોલ રજા ઉપર છુટી સમયસર જેલ ખાતે હાજર ન થઇ તા.૦૪/૧૧/૨૦૨૨ થી ફરાર હતો.

 ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અન્વયે એ.એમ,પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન આધારે કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્વારા

 રાજકોટ મધ્યસ્થ જેલમાથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદી બાબરા અમરાપરા બસસ્ટેન્ડ પાસેથી તા.૧૦/૦૪/૨૦૨૩ના રોજ ચોક્કસ બાતમી આધારે પકડી પાડી બાકી રહેતી સજા ભોગવવા સારૂ રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવા સારૂ બાબરા પો.સ્ટે. સોપી આપેલ.

પકડાયેલ ફરાર કેદી:-

 કેદીનં.-.૪૮૪૫૭ અશોકભાઇ ઘોહાભાઇ પીપળીયા ઉ.વ.૩૩, ધંધો. ડ્રાઇવીંગ, રહે. વાંડળીયા, પીપળીયા પ્લોટ, તા. બાબરા, જી.અમરેલી,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકરસિંહ નાઓની સુચના અન્વયે  કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ સતારભાઇ શેખ, જીજ્ઞેશભાઇ પોપટાણી તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા એ રીતેના જોડાયેલ હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી