ધાનેરા ના ધારાસભ્ય માવજી દેસાઈ સહિત છ ઉમેદવાર બિનહરીફ..

ડીસા એપીએમસીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા 16 ડિરેકટરોના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યાં હતાં..

જેમાં ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત વેપારી વિભાગ અને તેલીબિયા વિભાગના મળી કુલ છ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે આગામી તા.17 એપ્રિલના રોજ મતદાન યોજાશે..

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા (APMC) ના સંચાલક મંડળ ની 16 બેઠકો માટે ખેડૂત વિભાગમાં 91, વેપારી વિભાગમાં 5 અને ખરીદ - વેચાણ (તેલીબિયા) વિભાગમાં 2 મળી કુલ 118 ઉમેદવારી પત્રો ભરાયા હતાં..

ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ડીસા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી સમર્થિત ભાજપ ના 16 ઉમેદવાર પૈકી વેપારી વિભાગના ચાર અને ખરીદ વેચાણ (તેલીબિયા) વિભાગના બે મળી કુલ છ ડીરેકટરો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં..

 જેમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેલીબિયા વિભાગમાં બિનહરીફ ચૂંટાયા હતાં..

જયારે ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસે ખેડૂત વિભાગમાં ભાજપ, કોગ્રેસ અને અન્ય ઉમેદવાર મળી કુલ 23 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે..

વેપારી વિભાગ ભાજપ સમર્થિત બિનહરીફ ઉમેદવાર

- રમેશકુમાર બાબુલાલ માળી - રાજેશકુમાર કનુભાઈ ભરતીયા - અરજણભાઈ ધર્માભાઈ પટેલ - રમેશભાઈ ભીખાભાઈ દેસાઈ

ખરીદ વેચાણ (તેલીબિયા) વિભાગ ભાજપ સમર્થિત બિનહરીફ ઉમેદવાર

- માવજીભાઈ મગનભાઈ દેસાઈ (ધારાસભ્ય) - બિનહરીફ

- બાબુભાઈ વેલાભાઈ પાનકુટા - બિનહરીફ

- ડીસા એપીએમસી માં ભાજપ ના ઉમેદવારો ની યાદી

-ખેડૂત વિભાગ ભાજપ સમર્થિત બિનહરીફ ઉમેદવાર

- ઈશ્વરભાઈ હરીભાઈ રબારી (દામા)

- રામજીભાઈ વાહજીભાઈ રબારી (નાગફણા)

- કલ્યાણભાઈ ગોવાભાઈ રબારી (રાણપુર)

- ખેતાભાઈ જગમાલભાઈ રબારી (ઢેઢાલ)

- કરશનભાઈ સતાભાઈ કણબી (ટેટોડા)

- જીગરભાઈ ભગવાનભાઈ રબારી (વરનોડા)

- રેવાભાઈ મોહનભાઈ રબારી (ગજનીપુર)

- ગમનભાઈ રાણાભાઈ રબારી (ખરડોસણ)

- પ્રકાશભાઈ નાગજીભાઈ રબારી (દામા)

- જીતેન્દ્રકુમાર મણીલાલ રાજગોર (સમૌ મોટા)

- ડીસા એપીએમસીના અન્ય ઉમેદવાર

- ગોવાભાઈ હમીરાભાઈ રબારી (કુચાવાડા) -પૂર્વ ધારાસભ્ય

- કાંતિભાઈ પ્રેમાભાઈ પટેલ (કોચાસણા)

- સંજયભાઈ ગોવાભાઈ રબારી (કુચાવાડા)

- મગનભાઈ માધાભાઈ દેસાઈ (બાઈવાડા)

- રામશીભાઈ હીરાભાઈ પટેલ (રતનપુરા)

- ખેગારભાઈ વિરાભાઈ રંજયા (વરનોડા)

- મનુભાઈ હરગોવનભાઈ જોષી (ભીલડી)

- ઈશ્વરભાઈ ગમનભાઈ રબારી (ખેટવા)

- રામજીભાઈ વાલાભાઈ પાનકુટા (બલોધર)

- પીરાભાઈ ધુડાભાઈ રંજયા (ઝેરડા)

- મગનભાઈ હરીભાઈ રબારી (ખરડોસણ)

- સાગરભાઈ પાંચાભાઈ દેસાઈ (વડાવળ)

- નરસિંહભાઈ હાથીભાઈ રબારી (બાઈવાડા)