રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અંગે અપાવામાં આવેલ માર્ગદર્શન અને સુચના અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ નાઓની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. શ્રી એસ.વી.ગળચર તથા શ્રી બી.એમ.દેવમુરારી નાઓ જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા. જેમાં આજરોજ પો.સબ ઇન્સ. એસ.વી.ગળચર એલ.સી.બી. સ્ટાફ સાથે કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા તથા હેડ કોન્સ. લાખાભાઈ પીંડારીયા તથા

પો.કોન્સ, અરજણભાઈ આંબલીયા નાઓને સયુંકત રાહે મળેલ બાતમી હકીકત મુજબ, કલ્યાણપુર તાલુકાના

કેનેડી ગામે ફરીયાદીની વાડીએ આવેલ ઓરડીમાંથી જીરૂ(પાક) ચોરીના ગુન્હામાં સંડોવાયેલ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને ફરીયાદીની જમીન ભાગમાં વાવતા નીચે જણાવેલ આરોપીને જીરૂ વેચી તેના આવેલ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડી પો.સ.ઈ. શ્રી એસ.વી.ગળચર નાઓએ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

- પકડાયેલ આરોપીનું નામ – (૧) કુતરીયા ઉર્ફે રાકેશ સ/ઓફ કેમતાભાઇ ઓહીયા જાતે.આદીવાસી ઉ.વ.૧૯ ધંધો.મજુરીકામ રહે. મુંબી જામલો તા.કુનમાલ જી. અલીરાજપુર

- કબ્જે કરેલ મુદામાલ - (૧) રોકડા રૂ.૫૩,૦૦૦/- (૨) વીવો કંપનીનો મોબાઈલ ફોન- ૧ કી.રૂ.૫૦૦૦/- (૩) પ્લાસ્ટીકના બાચકા નંગ-૯ (૪)

માર્કેટીંગ યાર્ડનું જીરૂ વેચાણ કર્યા અંગેનું બીલ એમ કુલ રૂ.૫૮૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે

કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહિલ સાહેબની રાહબારી હેઠળ PSI એસ.વી.ગળચર, બી.એમ.દેવમુરારી, ASI મસરીભાઈ ભારવાડીયા, વીપુલભાઈ ડાંગર તથા HC લાખાભાઈ પીંડારીયા, હસમુખભાઈ કટારા PC ગોવીંદભાઇ કરમુર, અરજણભાઈ આબલીય

સચીનભાઈ નકુમ તેમજ એલ.સી.બી. સ્ટાફ નાઓ જોડાયા હતા.