આતંકવાદી પ્રવૃત્તિ દવારા મોટાપાયે જાનહાની ભાંગફોડનો ઇરાદો ધરાવતા ત્રાસવાદી સંગઠનો સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરી ગણતરી પૂર્વકનો સહારો અને પીઠબળ મેળવી ગુપ્ત આશરો મેળવી જાહેર સુલેહ શાન્તિનો ભંગ કરી શકે છે . ગુપ્ત સંસ્થાઓના વખતોવખતના અહેવાલો મુજબ તથા ભુતકાળમાં આતંકવાદીઓ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાઓ કરી મોટી જાણહાનિ તથા માલ મિલકતને નુકશાન કરવામાં આવેલ . આવા બનાવોની તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે કે , આતંકવાદી ત્રાસવાદી તત્વો મલિન ઇરાદાને અંજામ આપવા સાયકલો તથા ટુ વ્હીલર વાહનોમાં બોમ્બ રાખી બ્લાસ્ટ કરી કૃત્યોને અંજામ આપેલ છે . તેથી સાયકલો , સ્કુટરો , મોટર સાયકલો તથા ફોર વ્હીલર મોટર કાર ખરીદનારની માહિતી રાખેલ હોય તો આવા ત્રાસવાદી કૃત્ય કરતા ગુનેગારો સુધી પહોંચી શકાય . તેથી સાયકલ વાહનો વેચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતિ તેમજ દેશની સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં થોડા નિયંત્રણો અમલમાં મુકવા જરૂરી જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ નીચેનાં નિયંત્રણો અંગે હુકમ ફરમાવવામાં આવે છે.

        જે અન્વયે બનાસકાંઠા જિલ્લા શહેરી / ગ્રામ્ય વિસ્તારમાં સાયકલ , સ્કુટર તથા મોટર સાયક્લ જેવા ટુ - વ્હીલર , થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો શોપ ધરાવતા માલિકો , મેનેજરો , સંચાલકો , એજન્ટો દ્વારા આવા સાયકલ , સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુવ્હીલર , થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો વેચવામાં આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે. સાયકલ , સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર , થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો ખરીદનારાઓને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબજામાં રાખવી. ખરીદનાર ગ્રાહકનુ ડ્રાઇવીંગ લાયસન્સ , પાનકાર્ડ , ઇલેકશનકાર્ડ , રેશનકાર્ડ , કે નોકરી કરતાં હોય ત્યાંનું ઓળખપત્ર , શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસપલ કોર્પોરેટર , ધારસભ્યશ્રી , સંસદસભ્યશ્રી , ઓળખપત્ર / પ્રમાણપત્રપૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ , સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુવ્હીલર , થ્રીવ્હીલર તથા ફોર વ્હીલર વાહન વેચાણકર્તાએ મેળવવાનો રહેશે . કોઇપણ ખાતા તરફથી મેળવેલ બીલમાં ખરીદનારનું નામ , સરનામુ , સંપર્ક માટે ટેલીફોન નંબર / મોબારઈલ નંબર લખવો . વેચાણ બીલમાં સાયકલ , સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ - વ્હીલર , થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહનનો રૂમ નંબર , ચેચીસ નંબર , એન્જિન નંબર અવશ્ય લખવો . સાયકલ , સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ - વ્હીલર , થ્રી વ્હીલર , ફોરવ્હીલર વાહન વેચાણ કર્તાએ કોઇપણ પોલીસ અધિકારીશ્રી તરફથી માગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબન માહિતી / રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે.

        ઉકત હુકમ તા. ૨૮/૦૩/૨૦૨૩ થી તા. ૨૮/૦૪/૨૦૨૩ સુધી ( બંન્ને દિવસો સહિત ) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક .૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે .