આજ રોજ તારીખ ૧૦ એપ્રિલના રોજ "વિશ્વ હોમિયોપેથિક દિવસ" નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદ અને નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ સંયુક્ત ઉપક્રમે "નિશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ" રાખવામાં આવેલ જેમાં
ડો.સંગીતાબેન દેસાઈ અને તેમના સ્ટાફ દ્વારા નિશુલ્ક સારવાર આપવામાં આવેલ.
જેમાં આશરે ૫૫ જેવા દર્દીઓએ લાભ લીધેલ.
આ નિશુલ્ક સારવાર કેમ્પમાં,બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ખાસ પ્રોત્સાહક હાજરી આપેલ અને કોઠારી સ્વામી તથા મંદિરના ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કરેલ.
રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ અમરેલી.