સુઇગામ વિસ્તારમાં ભારત માલા પ્રોજેકટ ની કામગીરીમાં ગેરધોરણ વહન થતી હતી કપચી

            ડીસા (મેરૂજી પ્રજાપતિ)

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી અટકાવવા પ્રયત્નશીલ છે. ખનીજ ચોરીઅટકાવવા તત્પર રહી વારંવાર આકસ્મિક રેડ તપાસ હાથ ધરાતી હોય છે.ત્યારે ગત મોડી રાત્રે સુઈગામ વિસ્તારના વાઘપુરા-મોરવાડા રોડ ઉપરથી પાંચ ટ્રકો ઝડપી ૨ કરોડનો મુદ્દામાલ સિઝ કરી લાખોનો દંડ વસૂલ ની કાર્યવાહી હાથ ધરેલ જેને લઈ ભુમાફિયાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામેલ.જાણવા મળ્યા પ્રમાણે ગત મોડી રાત્રે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુ પ્રીત સિંહ સારસ્વની સૂચના થી બ.કા. ભૂસ્તરટીમ ના રોયલ્ટીઇસ્પેક્ટર શ્રીજીગર ઠક્કર શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ અને ટીમ દ્વારા ખાનગી વાહનમાં આકસ્મિક રેડ કરતા ઓવરલોડિંગ કપચી ભરેલ પાંચ ટ્રકો ગેરધોરણ વહન કરતી અને ભારતમાલા પ્રોજેકટ ના ઉપયોગમાં લેવાતી હોવાનું જણાઈ આવેલ જેને ઝડપી પાડેલ આશરે બે કરોડનો મુદ્દા માલ જપ્ત કરી સિઝ કરેલ અને અને લાખોનો દંડવસૂલીની કાર્યવાહી હાથ ધરેલ.