પેટલાદ ખાતે જિલ્લા- કક્ષાના ૭૬મા સ્વાવતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે – કલેકટર શ્રી મનોજ દક્ષિણી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પેટલાદ નગરપાલિકા હેલીપેડ ગ્રાઉન્ડ્ ખાતે સ્વાાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા્ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાયને બેઠક મળી નગરપાલિકા ગ્રાઉન્ડે ખાતે મહેસૂલ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ધ્વજવંદન કરાવશે
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક પણ મકાન તિરંગો લહેરાવ્યા વગરનું રહી ન જાય તે જોવા જિલ્લાના નાગરિકોને જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીની અપીલ
આણંદ જિલ્લામાં પેટલાદ નગરપાલિકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભારતના સ્વતંત્રતાના ૭૬મા પર્વની ઉજવણીની સાથે – આઝાદી કા અમૃત મહોત્સ્વ અંતર્ગત હર ઘર તિરંગા સાથે જિલ્લા કક્ષાના સ્વાાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ જણાવ્યું. છે.
આણંદ કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં આણંદ જિલ્લા્ પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં ભારતના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત પેટલાદ નગરપાલિકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના મહેસૂલ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.
શ્રી દક્ષિણીએ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલુ વર્ષે જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો નિર્માણ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૧૫ મી ના રોજ જિલ્લામાં નિર્માણ પામેલ ૨૨ અમૃત સરોવરોનું લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવી આ અમૃત સરોવરો અંતર્ગત સંબંધિત ગામમાં આવેલ તળાવોનું બ્યુટિફેશન કરી ત્યાં પાથ-વે, પેવર બ્લોક જેવી સુવિધા ઉપલબ્ધ બનાવી ગામના લોકો માટે એક રમણિય સ્થળ બનાવવાનો હેતુ રહેલો હોવાનું કહ્યું હતું. આ બેઠકમાં જિલ્લા્ કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ રાજય કક્ષાની સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યા મુજબના વિવિધ કાર્યક્રમો તથા સૂચનોના અસરકારક પરિણામલક્ષી અમલીકરણ માટે તથા વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરશ્રીએ સ્વાાતંત્ર્ય પર્વની ઉજવણીના અસરકારક આયોજન માટે જે અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે તેને સુપેરે નિભાવી ભારતના ૭૬મા સ્વાાતંત્ર્ય પર્વની ઉજવણીને સાર્થક કરવા જણાવ્યુંં હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવાની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આગામી તા. ૧૩ થી તા.૧૫ મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો હોઇ જિલ્લાના નાગરિકોને તા.૧૩ થી ૧૫ દરમિયાન જિલ્લાના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સહકારી, દૂધ મંડળીઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રના આન-બાન-શાન સમાન તિરંગો લહેરાવવા અપીલ કરી છે...
રીપોર્ટર..રાજેશ સોલંકી આણંદ