આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લા ની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તા.૯/૪/૨૨ રવિવાર ના રોજ હવેલી ચોક પાળિયાદ રોડ બોટાદ ખાતે સવાર ના ૯:૦૦ થી ૧૨:૦૦કલાકે *રાહત દરે ચકલી ના માળા , માટી ના કૂંડા અને મીની ચબૂતરા નું વિતરણ* કરાયુ જેનો લાભ લેવા મોટી સંખ્યા માં શહેરીજનો ઉત્સાહ પૂર્વક જોડાયેલ.

           પૃથ્વી પર હરિયાળા જંગલ ને બદલે સિમેન્ટ કોક્રેટ ના જંગલ વધી રહ્યા છે જેથી ચકલીઓ લુપ્ત થતી જાય છે અને ચકલી ને ઈશ્વરે વૃક્ષ પર માળો બાંધવાનું શીખડાવેલ નથી ત્યારે આ અભિયાન દ્વારા શહેર જિલ્લા માં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી જાયન્ટ્સ સંસ્થા દ્વારા ૧૦ હજાર ચકલી ના માળા , પાણી માટે માટી ના કૂંડા તથા પક્ષી માટે ચણ ની ડીશ નું રાહત દરે તબક્કા વાર વિતરણ થઈ રહ્યું છે. 

      આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ કેતન રોજેસરા , યુનિટ ડીરેક્ટર - ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , જાયન્ટ્સ સંસ્થા ના ડો.કે.બી.શાહ , નિલેશ કોઠારી , કાનજી કળથીયા , દિપક માથુકિયા ,દિલીપ ભલગામીયા ,અમિત વડોદરિયા , વિજય વાળા , પ્રકાશ ભીમાંણી , મુકેશ જોટાનીયા ,મનસુર ખલયાણી , પી.ડી દરજી , ડો. આશિષ ચંદ્રાણી , સંજય ઝાંઝરૂકિયા , ફૈજાન ખલયાણી , મનીષ મકવાણા , સમીર દોશી , અતુલ વાઘેલા વગેરે ઉપસ્થિત રહેલ.

Dharmendra lathigara Botad