ખંભાતના એપીએમસી નજીક તારાપુર રોડ પર પુરપાટ ઝડપે બાઈક પર જતા શિક્ષકે અચાનક કાબુ ગુમાવ્યું હતું અને બાઈક સીધું ઝાડ સાથે અથડાયું હતું.જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાત શહેરના આનંદ નગર સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ ગોહિલના પિતા પ્રવિણસિંહ જીલુભા ગોહિલ ઉંમર 53 ખંભાત બ્રાન્ચ નંબર 11 પ્રાથમિક શાળામાં છેલ્લા 24 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. દિવ્યરાજ ના ઘર નજીક આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં તેના મામા યશવંતસિંહ હઠીસિંહ વણાર (મૂળ રહે ગુડેલ) પણ રહે છે તેઓ તેમનું બાઈક દિવ્યરાજસિંહના ઘરે મૂકી ગુડેલ ગયા હતા. તે સમયે તેમના પિતાને અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું આથી તુરંત તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે ખંભાત એપીએમસી નજીક તારાપુર રોડ પર વળાંકમાં ઝાડ સાથે અથડાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.આ અંગે ખંભાત શહેર પોલીસે આઇપીસી તેમજ મોટર વ્હિકલ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(સલમાન પઠાણ ખંભાત)