થરા સ્ટેટ રાજવી પરિવારે શાળા માં પિતા ના સ્મરણઆર્થે શાળા માં આપ્યું દાન..
કાંકરેજ તાલુકાના થરા માં આજ રોજ તારીખ: ૮-૪-૨૦૨૩ ને શનિવારના રોજ થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર - ૨ માં SOE અંતર્ગત શાળાને અદ્યતન નવીન ૨ (બે) રૂમ મંજુર થયેલ પણ તે રૂમ બને તેટલી શાળામાં જગ્યા ના હોવાથી થરા સ્ટેટ રાજવી પરિવાર નિવાસી વાઘેલા પ્રતિપાલસિંહ ગજેન્દ્રસિંહ અને જયદીપસિંહ ગજેન્દ્રસિંહ અને તેમના પુત્રો બ્રીજરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ એ તેમના પિતા સ્વ. વાઘેલા ગજેન્દ્રસિંહ રણજીતસિંહના સ્મરણાર્થે શાળાને ચાર રૂમો બને તેટલી જમીન દાનમાં આપેલ છે. તેથી આજ રોજ સ્વ. ગજેન્દ્રસિંહ રણજીતસિંહ ના પુત્રો અને પૌત્રો દ્વારા શાળા પરિવારની હાજરીમાં સુરેશભાઈ કાંતિલાલ ત્રિવેદી ના મુખારવંદે મંત્રોચાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવેલ.
થરા નગરની મધ્યે આવી કિંમતી જમીન દાનમાં આપવા બદલ શાળાના આચાર્યશ્રી બિંદુબા ઝાલા , SMC ના સભ્યો અને શાળા પરિવારે દાતાનો ખૂબ આભાર માન્યો હતો
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ